ટંકારાના બંગાવડી ગામે જમીનના મનદુઃખ બાબતે મહિલાને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા મહિલાને ત્યા આરોપીની બહેનો આવતી હોય જે આરોપીને ન ગમતું હોય તેમજ બંગાવડી ગામે મહિલાની જમીન આવેલ હોય જે જમીન મનદુઃખ કારણે આરોપીઓએ મહિલા તથા સાથીઓને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કંચનબેન પ્રફુલ્લભાઇ દેત્રોજા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી હરેશભાઈ પરસોત્તમભાઈ દેત્રોજા તથા મુકતાબેન હરેશભાઈ દેત્રોજા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હરેશભાઈને તેમની બહેનો સાથે વ્યવહાર ન હોય અને તેમના બહેનો ફરીયાદીના ઘરે આવતા-જતા હોય જેથી આરોપીઓને સારૂ નહી લાગતા તેમજ બંગાવડી ગામે ફરીયાદીની આવેલ જમીન બાબતે મનદુખના કારણે આરોપીઓએ ફરીયાદી તથા સાથીઓને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.