Thursday, June 13, 2024

વાંકાનેર : બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયું, નવા હોદેદારોની વરણી કરાઈ….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વાંકાનેર શહેર ખાતે શ્રી યુવા બારોટ સોશિયલ ગ્રુપ-વાંકાનેર દ્વારા સમસ્ત વાંકાનેર બારોટ સમાજનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે સમાજના સંગઠનના નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી…

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ નાની બાળાઓના હાથે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જે બાદ યુવા બારોટ સોશિયલ ગ્રુપના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી, ત્યારબાદ વડીલો દ્વારા સમાજમા એકતાનો સંદેશ આપી નિયુક્ત થયેલ હોદેદારો ને સન્માનિત કરવામાં આવ્યા હતા..

આ કાર્યક્રમના અંતે સમસ્ત વાંકાનેર બારોટ સમાજે સાથે ભોજન લીધું અને બાદમાં નાના-મોટા સૌ સાથે મળીને ગરબાના તાલે ઝુમ્યા, આ આયોજન ને સફળ બનાવવા યુવા બારોટ સોશિયલ ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી….

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર