Saturday, October 12, 2024

વાંકાનેર : માટેલ ગામ નજીક-જામસર ચોકડી પાસે આવેલ પેપરમિલમાં લાગી વિકરાળ આગ, રાજકોટ-મોરબી-વાંકાનેર-હળવદ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક, જામસર ચોકડી પાસે આવેલ એક પેપરમિલમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા વાંકાનેર, હળવદ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રાજકોટની ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. હાલ મોરબી, રાજકોટ, હળવદ અને વાંકાનેરની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે….

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર, જામસર ચોકડીર પાસે આવેલ એક્સલ પેપરમિલ ફેક્ટરીમાં આજે મોડી સાંજના સમયે અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને ટુંક સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

જેથીતાત્કાલિક બનાવની જાણ થતાં મોરબી, હળવદ અને વાંકાનેર ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં વધુ મદદ માટે રાજકોટથી પણ ફાયર ટીમ બોલાવવાની ફરજ પડી હતી….

 

હાલ મોરબી,વાંકાનેર, હળવદ અને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમો સંયુક્ત રીતે આ વિકરાળ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. જોકે આગને પગલે સદનસીબે કોઈ જાનહાની થવાની ખબર હજુ સુધી મળી નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર