Thursday, June 8, 2023

વાંકાનેર : જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા પાડોશી શખ્સનો યુવાન પર હુમલો…

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

વાંકાનેરમાં સામાન્ય બાબતે બે પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પાડોશી શખ્સે યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર શહેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હિતેષભાઇ માવજીભાઇ સનુરા (ઉ.વ 36, રહે- નવાપરા, પંચાસર રોડ, વિધાતા પોટરી સામે, વાંકાનેર)એ આરોપી કાનજી છનાભાઇ કોળી (રહે. નવાપરા, પંચાસર રોડ, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૭ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાની આસપાસ ફરીયાદીના માતા શેરીમાં તેમના પાડોશીના ઘરે પાણી ભરવા ગયેલ હોય ત્યારે આરોપી પોતાના ઘર પાસે બેઠેલ હોય અને ફરિયાદીના માતા ત્યાંથી નીકળેલ ત્યારે ગાળો બોલતો હોય જેથી ફરિયાદીએ ત્યાં જઈને ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેમજ પાઇપનો એક ઘા માથામાં મારી ઇજા કરી તેમજ સાહેદ વચ્ચે પડતા તેઓને કપાળના ભાગે મુંઢ ઇજા કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર શહેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર