Tuesday, May 20, 2025

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૪ સપ્ટેમ્બર સુધી પ્રવેશબંધી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટ ખાતે હાલ તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને હથિયારોની ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૦૮/૨૦૨૩ થી તા. ૦૪/૦૯/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૬/૦૮/૨૦૨૩ થી તા. ૦૪/૦૯/૨૦૨૩ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, તેમજ કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર