મોરબીમાં આધેડને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો
મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા આધેડની દિકરીની સગાઈ આરોપીના પોતાના દિકરા સાથે કરાવાનું કહેતા આધેડે ના પાડતા બે શખ્સોએ આધેડને લાકડી વડે ફટકાર્યો હતો જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને હાલ મોરબીમાં સત્યમ પાન વાળી શેરી પુનિતનગર સોસાયટી શનાળા રોડ ઉપર રહેતા લલિતભાઈ અમરશીભાઈ કંડીયા (ઉ.વ.૪૮) એ આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા (ઉ.વ.૫૨) તથા ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા (ઉ.વ.૨૩) રહે. બંને જેતપર ગામે તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૨-૨૦૨૪ ના સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદીની દિકરીની સગાઇ આરોપી મુકેશભાઈના પોતાના દિકરા સાથે કરવાનુ કહેતા ફરીયાદીએ ના પાડતા તેનો ખાર રાખી આરોપી મુકેશભાઈએ ફરીયાદીને બે-ત્રણ થપાટ મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી આરોપી મુકેશભાઈ તથા ભાવિકભાઈએ લાકડાનો ધોકા લઇને ફરીરીયાદીના ઘર પાસે આવી ફરીયાદી તથા ફરીયાદીના દિકરા દિપભાઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર લલિતભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.