મોરબીમાં બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે જાહેરમાં વેચાણ કરતા એક ઈસમને બે બીયર ટીન સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે જાહેરમાં બીયરનો વેચાણ કરતા આરોપી ઇમ્તિયાઝભાઈ હુશેનભાઈ કરેશી (ઉ.વ.૩૦) રહે. કાલીકા પ્લોટ શેરી નં -૦૨ ઈન્ડિયા પાનની બાજુમાં મોરબીવાળાને બીયર ટીન નંગ -૦૨ કિં રૂ.૨૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.