મોરબીના બેલા (રંગપર) ગામથી વિદેશી દારૂની 78 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના બેલા (રંગપર) ગામના તળાવની પાળ ઉપર બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૭૮ બોટલ કિં. રૂ. ૨૬૬૩૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના બેલા (રંગપર) ગામના તળાવની પાળ ઉપર બાવળની કાંટમા આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૭૮ કિં રૂ. ૨૬૬૩૦ ના મુદ્દામાલ સાથે આરોપી વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા (ઉ.વ.૨૯) રહે. બેલા (રંગપર) તા. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.