મોરબીના બેલા ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી જિલ્લામાં વાહન ચોરીના કિસ્સા દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ શંભુ હોમ ડેકોર કારખાના બહારથી શ્રમિકનુ કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા અને ખેતમજુરી કરતા રવજીભાઈ ધીરૂભાઇ ડાભી (ઉ.વ.૪૫)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બેલા ગામની સીમમાં આવેલ શંભુ હોમ ડેકોર કારખાના બહારથી ફરીયાદીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એમ-૮૧૩૫ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.