મોરબી જિલ્લામાં ગોર ખીજડીયા ગામે વેરાની 100% વસુલાત કરાઈ
યુવા સરપંચ અને મંત્રી ની મહેનત રંગલાવી
મોરબી: મોરબી જીલ્લાના ૫ તાલુકાના ૩૬૩ ગ્રામ પંચાયતમાં ૧૨.૬૪ કરોડનું વેરા વસૂલાત કરી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦% વેરાની વસુલાત કરી છે.
મોરબી જીલ્લાના ૫ તાલુકાની કુલ ૩૬૩ ગ્રામ પંચાયતનું કુલ માંગણું ૨૩.૫૭ કરોડ હતું જાન્યુઆરી ૨૦૨૪ ના એન્ડ સુધીમાં ૩૭ ટકા વસુલાત થઇ હતી જેથી ઓછી વસુલાતને પગલે ડીડીઓના માર્ગદર્શન હેઠળ ટીમની રચના કરવામાં આવી હતી અને માર્ચ ૨૦૨૪ પૂર્ણ થતા સુધીમાં કુલ ૧૨.૬૪ કરોડની એટલે કે ૫૩.૬૪ ટકા વેરા વસુલાત કરવામાં આવી છે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે હળવદ તાલુકામાં ૧૦૦ ટકા વસુલાત વાળા ૧૩ ગામો, મોરબી તાલુકામાં ૦૮ ગામો, વાંકાનેર તાલુકાના ૦૪ ગામો, ટંકારા તાલુકાના ૦૪ ગામો અને માળિયા તાલુકામાં ૦૧ ગામ મળીને કુલ ૩૦ ગ્રામ પંચાયતોમાં ૧૦૦ ટકા વસુલાત કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લામાં સૌપ્રથમ ગોર ખીજડીયા ગામ દ્વારા ૧૦૦% વેરાની વસુલાત કરવામાં આવી છે.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ અને તલાટી કમ મંત્રીની અથાગ મહેનતના કારણે આ પરીણામ જોવા મળ્યું છે. જ્યારે સરપંચ અને તલાટી કમ મંત્રીઓ ૫૦% પણ વેરા વસૂલાત કરવામાં નિષ્ફળ નીવડે ત્યારે ગોર ખીજડીયા ગામના સરપંચ એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે અને મોરબી જિલ્લામાં એવું પ્રથમ ગામ ગોર ખીજડીયા છે જેમની વેરા વસુલાત ૧૦૦% ભરપાઈ કરવામાં આવી.
આના પરથી જે ગ્રામ પંચાયતમાં વેરા વસૂલાત કરવામાં સરપંચ અને તલાટી મંત્રીઓ નિષ્ફળ નીવડે છે તેમની ગોર ખીજડીયા ગામની ગ્રામ પંચાયતથી પ્રેરણા મેળવી શિખવું જોઇએ. ગોર ખીજડીયા ગામમાં કોઈપણ કામ લોકોને પડે ત્યારે ગૌતમ મોરડીયા ખડે પગે રહી કામ કરી રહ્યા છે