મોરબીના ભડીયાદ ગામેથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો
મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં મિલેનિયમ વિટ્રીફાઈડ કારખાને જવાના રસ્તા પર જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૦૫ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં મિલેનિયમ વિટ્રીફાઈડ કારખાને જવાનો રસ્તા ઉપર જાહેરમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૦૫ કિંમત રૂપિયા ૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી જયદીપ ઉર્ફે જયુ બેચરભાઈ ચાવ (ઉ.વ.૩૬): રહે. વરિયા મંદિર પાસે સો ઓરડી શેરી નંબર-૦૮ મોરબી વાળા ને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે.