મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ નજીક પેન્જોન સિરામિક લેબર કોલોનીમાં રહેતા પાલસીંગ બ્રિજરાજસીંગ (ઉ.વ.૩૨) નામનો યુવક કોઈ કારણસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
