ભડિયાદ ગામે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.
મોરબી તાલુકાના ભળીયાદ ગામે તાલુકા પોલીસે રામાપીરના ઢોળા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસને જાહેરમાં જુગાર રમતા
(૧)જયુભા પચાણજી ઝાલા,
(૨)દશરથભાઇ રમેશભાઇ મકવાણા,
(૩)રામજીભાઇ સવશીભાઇ સનુરા,
(૪)અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા
(૫)રવિભાઇ હેમંતભાઇ કુંવરીયાને ઝડપી લીધા હતા જ્યારે સાગરભાઇ કિશોરભાઇ રાઠોડ નામનો જુગારી અંધારામાં નાસી ગયો હતો. ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી અપડવા તપાસ હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા ૩૫,૪૦૦/- કબ્જે કરી છે. પોલીસ દ્વારા જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.