મોરબીના ભક્તિનગર સર્કલ બ્રીજ થી પરશુરામ બ્રીજ સુધીની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા કલેકટરને રજૂઆત
માળીયા થી રાજકોટ જતા અને મોરબી મધ્યે થી નીકળતા હાઇવેની વચ્ચે નાખેલ સ્ટ્રીટ લાઇટો જે ભક્તિનગર સર્કલ બ્રિજ થી ભગવાન પરશુરામ બ્રિજ સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા મોરબીના જાગૃત નાગરિક ચાવડા નિલેષભાઈએ કલેકટરને રજૂઆત કરી માંગ છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે હાલમાં મોરબી નગરપાલિકામાંથી મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે જ મોરબીમાં નવા પ્રોજેકટ અને યોજનાઓ અમલી બને છે, અને છાશવારે નેતાજી અને અધિકારીઓ કોઈ ને કોઈ નવા પ્રોજેકટનું ખાતમુર્હુત કરતાં હોય એવા ફોટો વિડીયો સોસિયલ મીડિયા અને સમાચાર પત્રો માં જોઈ ત્યારે મોરબીવાસી ખુશી ની લાગણી અનુભવે છે, પરંતુ એ માત્ર ફોટોસૂટ માટે થાય અને પછી ભૂલી જતાં હોય એવું ઘણી વાર સામે આવે છે, એ વાતથી આપ પણ વાકેફ હશો.
પરંતુ હાલમાં જે ફરિયાદ કરવામાં આવી છે તે મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેરની વચ્ચે આવી જતાં હાલમાં મોરબી શહેર માં ખૂબ ટ્રાફિકની સમસ્યા રહે છે, રાત્રિના સમયે પૂર જડપે દોડતા ટ્રક અને ગાડીઓથી નાના વાહનોને ગંભીર અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે, આ રોડ સિટીની મધ્યમાં આવી જતાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ હોવાથી રાત્રિના સમયે અનેક વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે.
આ માટે એક વર્ષ પહેલા હાઇવેની વચ્ચે નાખેલ સ્ટ્રીટ લાઇટો જે ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી સ્ટ્રીટ લાઈટો નાખેલ છે, જેમાં દલવાડી સર્કેલ, પંચાસર ચોકડી, અને વાવડી ચોકડી જે હાલમાં ટ્રાફિક સમસ્યાયા માટેની જાણીતી ચોકડી બની ગઈ છે, ત્યાં વાવડી ચોકડી એ તો સાંજ પડતાં ની સાથે રખડતા ઢોર રોડ ની વચ્ચે બેઠેલા હોવાથી રોડ પર સીધા નજરે પડતાં નથી અને હાઇવે પર નાખેલ લાઇટો પણ બંધ હાલતમાં હોય તેથી અવારનવાર અક્સમાત થતાં રહે છે, અને માંડ મજૂરી રળી પોતાનું ગુજરાન ચલાવતા લોકોને અને નાના બાળકો ને અક્સમાત ના કારણે ગંભીર ઇજાઓ થાઈ છે. અને ઘણી વાર મૃત્યુ ને પણ ભેટવું પડે છે, પરંતુ એક વર્ષથી બંધ હાલતમાં પડેલી આ સ્ટ્રીટ લાઇટો ચાલુ જ ના થઇ હોય, જેથી લોકોને લાઇટો જોઈ આનંદ તો થાઈ પરંતુ બંધ હાલતમાં લાઇટો જોઈ ધિક્કાર પણ વર્તાવે છે. હાલ માં ગુજરાત સરકાર દ્વારા પણ અકસ્માત નિવારવા માટે અનેક પ્રોજેકટ અને પ્રજાજનોમાં જાગરૂકતા લાવવા માટે ના અનેક અભિયાનો શરુ કરવામાં આવેલા છે. તો આ બંધ લાઇટો બાબતે તપાસ કરાવી જલદી થી બંધ લાઇટો ચાલુ કરાવવા જાગૃત નાગરિકે માંગ કરી છે.