Monday, September 15, 2025

ભારત વિકાસ પરિષદ દ્રારા શિશુ મંદિર ખાતે રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેથી બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી ખાતે કરવામાં આવેલ હતું.

જેમાં ભારત કો જાનો પ્રશ્નમંચમાં કુલ ૩૪ શાળાઓનાં ૬૮ વિદ્યાર્થીઓએ તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં કુલ ૩૦ જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ. આ સ્પર્ધામાં સંગીત તજજ્ઞો કોમલબેન પનારા તથા જિજ્ઞાસાબેન બગાએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવેલ.

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે વિજયભાઈ રંગપરિયા (ફેવરીટ ગ્રુપ), મહેશભાઈ બોપલિયા (RSS-જીલ્લા કાર્યવાહ), જસ્મિનભાઈ હિંસુ (સૌરાષ્ટ્ર પ્રાંત-ધર્મ જાગરણ સમન્વય- સહસંયોજક) અને ડૉ. જયેશભાઈ પનારા (ભા.વિ.પ. સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ) હાજર રહેલ. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ, દ્વિતીય ક્રમે નવયુગ સંકુલ તથા તૃતીય ક્રમે શ્રી માધાપરવાડી કન્યા શાળા આવેલ. ભારત કો જાનો પ્રશ્નમંચમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે નાલંદા વિદ્યાલય, દ્વિતીય ક્રમે ગોકુલનગર પ્રા. શાળા તથા તૃતીય ક્રમે માધાપરવાડી કન્યા શાળા તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે નવયુગ વિદ્યાલય, દ્રિતીય ક્રમે નવયુગ સંકુલ તથા તૃતીય ક્રમે જ્ઞાનપથ વિદ્યાલય વિજેતા થયેલ.

ઉલ્લેખનીય છે કે દરેક વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ ક્રમે વિજેતા થયેલ બધી ટીમો આગામી સમયમાં પ્રાંત કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમનું સુંદર સંચાલન હરદેવભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સંયોજકો રાવતભાઈ કાનગડ તથા પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, હરેશભાઈ બોપલિયા, ડૉ. ચિરાગભાઈ અઘારા, ચિરાગભાઈ હોથી, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, પંકજભાઈ ફેફર તેમજ મહિલા સંયોજિકા દર્શનાબેન પરમાર અને સહસંયોજિકા અલ્પાબેન મારવણિયાએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનાં અંતે અલ્પાહાર કરી બધાં છૂટ્ટા પડેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર