ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો કવિઝ કોમ્પિટિશનમાં માધાપરવાડી શાળાની બાળાઓ ઝળકી
મોરબી:અત્રેની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે,વિશિષ્ટ દિવસોની વિશિષ્ટ રીતે ઉજવણી કરાવવામાં આવે છે,બાળકોને શાળાએ આવવું ગમે,રોકાવું ગમે ભણવું ગમે એવી અનેકવિધ પ્રવુતિ કરાવવામાં આવે છે ત્યારે આજે વધુ એક પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં વિશ્વના મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા ચાલતા વિવિધ ક્ષેત્રો પૈકી ભારત વિકાસ પરિષદ-મોરબી જિલ્લાની શાખા દ્વારા વિદ્યાર્થીઓ માટે *ભારત કો જાનો* જિલ્લા કક્ષાની કવિઝ કોમ્પિટિશન આયોજન નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવેલ જેમાં માધાપરવાડી કન્યા શાળાની વંદના હંસરાજ પરમાર અને હેન્સી દિલીપભાઈ પરમાર જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાઈ થયેલ હોય વિદ્યાર્થીનીઓએ વેદ વ્યસજીના પિતાજીનું નામ શું હતું? *ચેટીચાંદ* કયા સંતની સ્મૃતિમાં ઉજવાય છે? શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું?ચાણક્યનું મૂળ નામ શું હતું? *સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે* એવું કોને કહ્યું હતું? ભારતની કઈ સંસ્થાએ એકીસાથે 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું હતું? ભારતનો મુદ્રાલેખ કયો છે? વગેરે જેવા પ્રશ્નોની કવિઝ કોમ્પિટિશનમાં ધો.6 થી 8 ના વિભાગમાં હેન્સી પરમાર અને વંદના પરમારે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી પ્રાંત કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતા અને શાળાનું ગૌરવ વધારવા બદલ માધાપરવાડી શાળા પરિવાર તરફથી બંને બાળાઓને અભિનંદન પાઠવેલ
સમગ્ર કોમ્પિટિશનમાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો.જયેશ પનારા અને હિંમતભાઈ મારવણીયા મંત્રી તેમજ પ્રકલ્પ સંયોજક હિરેનભાઈ ધોરિયાણી આચાર્ય રવાપર તાલુકા શાળા અને રાવતભાઈ કાનગડ આચાર્ય લખધીરનગર પ્રાથમિક શાળા દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળા કક્ષાએ જયેશભાઈ અગ્રાવતે બંને બાળાઓને જરૂરી સાહિત્ય પૂરું પાડ્યું હતું અને કવિઝ કોમ્પિટિશનમાં બાળાઓ સાથે જિલ્લાકક્ષા સુધી જોડાયા હતા.
મોરબી ખાતે વર્ષ 1996 થી કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 સુધી પ્રાથમિક વિદ્યાલય હાલ કાર્યરત છે.
જેમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. માધ્યમિક ધોરણ 9 અને 10...
મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ સી.સી. રોડના કામો હાલ શરૂ કરવામાં આવેલ છે. આ રોડના કામો તાત્કાલિક પૂર્ણ કરાશે જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હડવી થશે.
મોરબી શહેરમાં કેસર બાગ થી એલ.ઈ.કોલેઝ સુધી રૂ. ૧.૭૬ કરોડના ખર્ચે નવા સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે ૩૫૦...
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ પાસે એપેક્ષ હોસ્પિટલ સામે રોડ ઉપર ટ્રેલર - ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી...