માળીયાના મોટી બરાર ગામ થી નવાગામ જતા રસ્તા પર જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં
માળીયા મીયાણા વિસ્તારના મોટી બરાર ગામ થી નવાગામ જવાના કાચા રસ્તેથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા છ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોટી બરાર ગામ થી નવાગામ જવાના કાચા રસ્તે જાહેરમાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી કુલ છ ઇસમો ચંદુભાઇ પ્રભુભાઇ ગામી રહે.ભાવપર તા.માળીયા, જયદીપસીંહ રણજીતસીંહ જાડેજા રહે, ભાવપર, રમેશભાઇ મગનભાઇ સરડવા રહે. સરવડ, કાળુભાઇ વાઘાભાઇ હુંબલ રહે. જસાપર તા.માળીયા, દિપકભાઇ વિરજીભાઈ મુછડીયા રહે, સરવડ, નીર્મલભાઇ મુળુભાઈ કાનગડ રહે. જસાપર તા.માળીયા મી., લુભાઇ કાનગડ રહે. જસાપર તા. માળીયા મીયાણાવાળાને રોકડા રૂપીયા ૩૬,૬૦૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.