આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મોટી વાવડી ગામે ગીરીરાજસિંહ સજુભા જાડેજાની વાડીએ રહી ખેતમજૂરી કરતા ગીતાબેન રસુભાઇ બારીયા ઉ.46 નામની મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવારે મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
