રીઢા વાહન ચોરને ત્રણ ચોરાવ બાઈક સાથે દબોચી લેતી હળવદ પોલીસ
હળવદ: વાહન ચોરીના રીઢા આરોપીને ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમી મુજબ આરોપી શક્તિ સુખાભાઈ કેશાભાઈ વીંછીયા (ઉ.વ.૨૧) હાલ રહે ગામ રાજપર તા. ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મુળ રહે ગામ કુંડા તા. ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ચોરીના મોટર સાયકલ-૧ સાથે પકડી તેને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા અન્ય બે મોટર સાયકલ મળી કુલ -૦૩ ચોરીના મોટર સાયકલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.