Tuesday, June 17, 2025

ચોરાવ ત્રણ બાઈક સાથે ચોરને ઝડપી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મકરાણીવાસ નદીના કાંઠે રોડ પરથી ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે આવતો હોવાની બાતમી મળતા વોચ આધારે ઇસમ મોરબી મકરાણીવાસ નદીના કાંઠે રોડ ઉપરથી મળી આવતા તેને વિશ્વાસમા લઇ પુછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ મોટરસાયકલ ઉપરાંત અન્ય બે મોટરસાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ત્રણેય મોટર સાયકલ મળી આવેલ જે ત્રણેય મોટરસાયકલ ના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ હિરોહોન્ડા ચોરીનુ હોવાનુ જણાતા આરોપી મનોજભાઈ વરસીંગભાઈ જહાંચીયા (ઉ.વ.૨૬) રહે.હાલ હળવદ જીન પ્લોટ વિસ્તાર લીંબાસીયાના દવાખાના પાસે તા.હળવદ જિ.મોરબી મુળ શંખેશવર બસ સ્ટેશન પાછળ તા.સમી જી. પાટણવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો ચોરી મુજબના ગુન્હા ડીટેકટ કરવામા આવેલ છે. તેમજ અન્ય બે મળી આવેલ મોટરસાયકલ તેને મોરબી પાડાપુલ નીચે થી રવીવારી બજાર ભરાય ત્યારે ચોરી કરેલાની કબુલાત આપેલ છે. જેથી આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર