મોરબી: મોરબીમાં સામા કાંઠે વિપુલનગરમા રહેતા યુવાને પોતાના ઘરે પાસે મોટરસાયકલ ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા તે નહી ગમતા બે શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મુંઢમાર મારી છરી વડે ઈજા પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી -૨ માં શિવમ હોસ્પિટલ પાછળ વિપુલનગરમા રહેતા જયેશભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.વ. ૨૬) એ આરોપી મનસુખભાઇ હનભાઈ ચાવડા તથા કીરીટભાઇ નાનજીભાઈ ચાવડા રહે બંને. ઈન્દિરાનગર મોરબી-૨, વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૧૧-૨૦૨૨ ના રોજ મોડી સાંજના સાડા આઠેક વાગ્યા વખતે ફરીયાદીએ આરોપી મનસુખને તેના ઘર પાસે મોટર સાયકલ ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતા જે મનસુખ તથા તેની સાથે આવેલ આરોપી તેનો મિત્ર કીરીટને નહી ગમતા ફરીયાદી તથા સાહેદ દિપકભાઈને ગાળો આપી બંને આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી તેમજ આરોપી મનસુખે ફરીયાદીને છરી વડે ડાબા હાથે બાવળાના ભાગે તેમજ પેટના ભાગે ઈજા પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જયેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...