Thursday, January 8, 2026

મોરબી : જન્મ અને મરણ પ્રામણપત્ર કઢાવવામાં પડતી મુશ્કેલીઓ બાબતે કમીશ્નરને રજુઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં જન્મ અને મરણ પ્રામણપત્ર કલર કોપીમા કાઢી આપવા તથા આ પ્રમાણપત્ર કઢાવવામાં પડતી મુશ્કેલીઓ બાબતે યોગ્ય કરવા જાગૃત નાગરિક ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી મહાનગર પાલિકામાં જન્મ-મરણ વિભાગમાં હાલમાં જે સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે તે બ્લેક&વાઈટ કોપીમાં આપવામાં આવે છે. જે ખરેખર કલર કોપીમાં આપવાના હોય છે. હાલે જે CRS પોર્ટલ માંથી સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે તે કલરમાં થાય છે પરંતુ કલર પ્રિન્ટરના અભાવના કારણે બ્લેક&વાઈટ કોપીમાં આપવામાં આવે છે. તો જો જન્મ-મરણ વિભાગમાં કલર પ્રિન્ટર મુકવમાં આવે તો આ સમસ્યા નું નિરાકરણ થાય એમ છે. જન્મ પ્રમાણપત્ર એ અગત્ય નું ડોક્યુમેન્ટ છે જો તેને સારા કાગળમાં કલર કોપીમાં મોરબી મહાનગર પાલિકા તરફથી આપવામાં આવે તો સામાન્ય માણસ તેને સાચવી શકે. હાલે જન્મ-મરણ વિભાગમાં સબરજીસ્ટ્રાર તરીકે એક જ અધિકારી ફરજ બજાવી રહ્યા છે. તે જ્યારે ઓફિસ ના કામ થી, મિટિંગમાં કે કોર્ટની મુદતમાં જાય ત્યારે અરજદારને જ્યાં સુધી અધિકારી ન આવે ત્યાં સુધી લાંબી રાહ જોવી પડે છે. તો જન્મ-મરણ વિભાગ વધારા ના અધિકારીની નિમણૂક કરવામાં આવે તો અરજદારોને રોજની પડતી મુશ્કેલમાંથી મુક્તિ મળે તેમ છે.

હાલ સોફ્ટવેર અપડેટના કારણે મોરબી મહાનગરપાલિકામાં નવા ઉમેરેલ ગામના જન્મ પ્રમાણપત્ર કાઢી શકાતા નથી. જો કોઈ અરજદાર જન્મ પ્રમાણપત્ર કઢાવવા આવે તો તેને એક થી બે માસ નો સમય આપવામાં આવી રહ્યો છે. જેના કારણે અરજદારોને પોતાના વહીવટી કામ અટકી જાય છે અને સોફ્ટવેર અપડેટ ના કારણે કચેરી એ અવારનવાર ધક્કા ખાવા પડે છે. તો આ બાબતે ઘટતું કરવામાં આવે તો અરજદારને રાહત થાય. જેથી આ સમસ્યાને ધ્યાને લઈ ને જો કાર્યવાહી કરવામાં આવે તો લોકો ને પડતી પારાવાર મુશ્કેલીનો હલ થઈ શકે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર