શાળાએ શિક્ષકોની કર્મભૂમિ છે. શિક્ષકો શાળા પરિવારને પોતાનો પરિવાર ગણતા હોય છે શિક્ષકો પોતાના સારા પ્રસંગો, આનંદના પ્રસંગોની ઉજવણીમાં શાળા પરિવારને વિદ્યાર્થીઓને સહભાગી બનાવતા હોય છે. અને આનંદની ઉજવણી કરતા હોય છે ત્યારે અત્રેની માધાપરવાડી શાળાના શિક્ષક અરવિંદભાઈ કૈલાની સસુર ગૃહે રહેલી પુત્રી શ્રધ્ધા અને શિક્ષિકાબેન અલકાબેનના પુત્ર દિપ નો જન્મ દિવસ હોય શાળાની 400 જેટલા વિદ્યાર્થીઓ અને બંને શાળાના શિક્ષકોને સ્વાદિષ્ટ ચટાકેદાર સ્વનિર્મિત ભેળનું ભોજન કરાવી બંને શિક્ષક ભાઈ અને બહેને પોતાના સંતાનના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મોરબી શહેરમાં આવેલ હોસ્પિટલો, સ્કૂલોમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપી હોટલ, સમાજવાડી, કોમ્પલેક્ષ અને બિલ્ડીંગોમા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૩ મેં થી ૧૯ મેં સુધીમાં- ૦૭ હોસ્પિટલમાં ૨૮ સ્ટાફને તથા ૦૪ હોટલમાં ૪૨ સ્ટાફ ને ફાયર...