બિશ્નોઈ ગેંગ મોરબીમાં એક્ટિવ ? સિરામિક ઉદ્યોગકાર પાસેથી ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી !
મોરબીના એક ઉદ્યોગકાર પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખ જેટલા રૂપિયાની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો આવ્યો છે.ત્યારે સમગ્ર મોરબી મોરબીમાં ચકચાર મચી ગઇ છે.
મોરબીના જેતપુર રોડ પર આવેલ સિરામિક ફેક્ટરી ધરાવતા ઉદ્યોગકારોને વોટસએપ કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી બાદ તેમની પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખની રકમની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી રોડ પર આવેલ રાધાપાર્કમાં રહેતા અને મૂળ મોરબી તાલુકાના કાંતિપુર ગામના વતની ઉદ્યોગકાર અનિલભાઈ વલ્લભભાઈ પટેલ હાલ મોરબીના જેતપર રોડ પર આવેલ સ્કાય ટચ સિરામિક ફેક્ટરીમાં ભાગીદાર તરીકે કામ કરતા હોઈ ત્યારે તેમને થોડા દિવસ પહેલા અમેરિકાના નંબર +1(425)606-4366 પરથી મેસેજ આવ્યો હતો કે ” લોરેન્સ બિશ્નોઈ ગેંગ કી ઔર સે હૈ, અનિલભાઈ હમકો ૨૫ પેટી ચાહીયે, નહીતો અપુન કા પન્ટર લોગ અનીલ કગથરા, પ્રશાંત કગથરા ઔર તેરે પાર્ટનર કો ઠોક દેંગા, અપુન કે પાસ તેરા પૂરા કુંડલી હૈ, સમજા ક્યાં… અગર ૨૫ લાખ નહિ દિયા તો ભાઉ ફેક્ટરી મત જાના નહિ તો ઉઠા દેંગે” તેવા ધમકી ભર્યા મેસેજ કરવામાં આવ્યા હતા. બાદ વોટસએપ મેસેજમાં SBI ના એકાઉન્ટ નંબર આપવામાં આવ્યા હતા અને PAYTM નંબર પણ આપવામાં આવ્યા હતા. અને પૈસા ટ્રાન્સફર કરી સ્લીપ તેમજ સ્ક્રિનસોટ મોકલવા જણાવ્યું હતું.
બાદ આ સમગ્ર મામલો પોલીસ મથક પર પહોચ્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.