મોરબી ભાજપમાં ફરી એક વાર જુથ બંધી સામે આવી
બે ધારાસભ્ય વચ્ચે જસ લેવાની હોડ લાગી એક કહે મેં રોડ રસ્તાઓ પાસ કરાવ્યા તો બીજા કહે મારી રજુઆત ફળી!!
મોરબીના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યને વેગ આપવા માટે 376 કરોડ 31 માર્ગો મંજુર થવાની જાહેરાતની સાથે જ ભાજપનાંજ બે ધારાસભ્યો વચ્ચે જસ લેવા માટે રીતસરની હોડ લાગી છે
મોરબીમાં છેલ્લા કેટલાક સમય થી જુથ બંધી જોવા મળી રહી છે હજુ વાંકાનેર ના ધારાસભ્ય અને નવ નિયુક્ત રાજ્યસભાના સાંસદ વચ્ચે જુથ બંધી જોવા મળી હતી અનેક વખત લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જીતુભાઈ સોમાણી વચ્ચે પણ તું..તું.મે..મે જોવા મળે છે ત્યારે ગઇકાલે મોરબીના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યને વેગ આપવા માટે 376 કરોડ 31 માર્ગો ને મંજૂરીની મહોર લાગ્યાની જાહેરાતની સાથે જ મોરબી – માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ કામો પાસ કરાવવામાં આવ્યા છે તેવી જાહેરાત કાંતિભાઈ દ્વારા જાહેરાત કરી હતી તો ત્યાર બાદ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દ્વારા પણ આવી જ જાહેરાત કરવામાં આવી હતી કે આ કામો મારી રજૂઆત ને લઈ ને પાસ થયા છે
હજુ તો રોડ પાસ થયા છે ત્યાં તો આ ભાજપના જ બે ધારાસભ્યો જસ ખાટવા લાગતા આમને સામને આવી જતાં મોરબીના લોકો હાસ્યાસ્પદ વાતો કરી રહ્યા છે તો બીજી તરફ ફરી એકવાર ભાજપમાં જુથવાદ રીતસરનો સામે આવ્યો છે