કાળા પથ્થર નો કાળો કારોબાર: મોરબીના ખનીજ માફીયાઓને કરોડોનો દંડ
મોરબીના ધરમપુર ટીંબડી ગામ ની આજુબાજુ માં કાળા પથ્થરની ખાણો આવેલી છે જેનો ગામ લોકો ઘણા વર્ષોથી ફરિયાદ અને વિરોધ કરાતા હતા પરંતુ મોરબીનું નિદ્રાધીન ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરતું હતું જેથી ધરમપુર ગામના જાગૃત નાગરિક મોહનભાઈ લાલજીભાઈ માકાસણા અને કિરીટભાઈ લાલજીભાઈ વડસોલા દ્વારા ખાણોમાં ચાલતી ખનીજ ચોરીથી કંટાળી હાઇકોર્ટમાં ધા નાખવામાં આવ્યા હાઇકોર્ટના આદેશ છતાં ખાણ માફિયા અને ખનીજ વિભાગની મીલી ભગતથી હાઇકોર્ટના આદેશને પણ ધોરીને પી ગયા છેવટે હાઇકોર્ટના આદેશના અનાદર સામે કોર્ટ ઓફ કન્ટેન્ટ થતાં અને કોર્ટ દ્વારા લાલ આંખ કરાતા ખાણ ખનીજ ટીમ એ મજબૂરીમાં અરજદારોને સાથે રાખી ક્રિષ્ના સ્ટોન હસમુખ બી જોશી અને દેવજી પારધી જેવી ખાણોની માપણી કરી તેમાં કરોડો રૂપિયાની કાળા પથ્થરની ખનીજ ચોરી પકડાઈ જેમાં પાણી ભરેલ છે તે ખાણ તો હજી માપવાની બાકી છે તથા આ ખનીજ માફીયાઓ દ્વારા લીલાપર ની સર્વે નંબર 158 પૈકીમાં પણ કરોડોની ખનીજ ચોરીની ફરિયાદ ગામ લોકો અને જાગૃત નાગરિકે કરેલી છે
ચક્રવાત ન્યુઝ ને એક અરજદારે ત્યાં સુધી કહ્યું હતું કે જો તમે મોરબીના નાગરિક છો અને ખનીજ ચોરી અંગે ફરિયાદ કરો છો તો ખનીજ દ્વારા તમારી ફરિયાદ પસ્તીમાં આપી દેવામાં આવતી હોય છે ખનીજ ચોરી અંગે તપાસ તો જ થશે જો તમે હાઇકોર્ટમાં જશો અને ઓર્ડર લઈ આવશો અગાઉ રેતી ચોરી અંગે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા હતા અને હળવદમાં કરોડ રૂપિયાની ચોરી પકડી હતી
લોક મુખે જે રીતે ચર્ચાઈ રહ્યું છે તે મુજબ વાત કરીએ તો મોરબી ખાણ ખનીજની નીતિ સ્પષ્ટ છે કે હપ્તો આપો અને ખનીજ ચોરી કરો ધરમપુર ટીંબડી અંગેની ખનીજ ચોરી અંગે ચક્રવાતે ન્યૂઝે મુહીમ ચલાવી જેનો રેલો આવતા આ કાર્યવાહી થઈ અને સરકારની તીજોરી ને નુકસાન કરતા ખનીજ માફીયાઓ પાસે કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો છે ચક્રવાત ન્યુઝ દ્વારા આગામી દિવસોમાં ખાણ ખનીજ વિભાગ અને ખનીજ માફીયાઓ વચ્ચ ની સાંઠગાંઠ ને લઇને અનેક તથ્યો બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે