Monday, January 26, 2026

મોરબીના બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોનું રાજ્ય અને જિલ્લાકક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે સન્માન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર યાદી મુજબના મતદાર પત્રકો મતદારોને પહોંચાડ્યા અને વર્ષ 2002 પ્રમાણેની યાદી મુજબ ભરાયેલા ફોર્મ સ્વીકારવાનું કામ બીએલઓએ કર્યા અને સાથે સાથે આવેલા ફોર્મ ઓનલાઈન પણ કર્યા, આ કપરી કામગીરી ઉત્કૃષ્ઠ રીતે કરનાર મોરબીના ગજાનનભાઈ આદ્રોજા રોટરીગ્રામ શાળાના શિક્ષક અને શશીકાંત ભટાસણા અદેપર પ્રા.શાળાના શિક્ષકને રાજ્યકક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે મહામહિમ રાજ્યપાલની ઉપસ્થિતમાં સ્પીપા ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા અને મોરબી જે.એ.પટેલ મહિલા ખાતે દિલીપભાઈ પરમાર શિક્ષક જુના લીલાપર શાળાના શિક્ષક 65-મોરબી ભાગ નંબર-279 ના બીએલઓ પી.પી.ખાવડીયા 66-ટંકારા ભાગ નંબર-96,એચ.વી.પંડ્યા 67-વાંકાનેર ભાગ નંબર-224 ના બીએલઓ અને હિમેંતભાઈ ભાગીયા રૂટ સુપરવાઈઝર 66-ટંકારા વગેરે બુથ લેવલ ઓફિસર તરીકે કામગીરી કરતા શિક્ષકોને જિલ્લા કક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે કલેકટર કે.બી.ઝવેરીના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર