મોરબી:અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે,અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે
ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક,મોરબી ખાતે કરવામાં આવ્યું હતું, રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા અને કુંડારિયા પરિવારના આહવાનને માન આપી સગા, વ્હાલા, સ્નેહીજનોએ 161 બોટલ એકત્ર કરી સિવિલ હોસ્પિટલ મોરબી અને સ્વામિનારાયણ સંસ્કાર બ્લડ બેંકમાં બોટલ આપેલ છે,રકતદાન કેમ્પને સફળ બનાવવા નવનિતભાઈ કુંડારિયા,કિશોરભાઈ કુંડારીયા,દિવ્યકાંત ભાટિયા,તેમજ સ્વ.સંગીતાબેનના પુત્ર જીત તેમજ કુંડારીયા પરિવાર તેમજ ભાટિયા પરિવારના તમામ સદસ્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...