મોરબી,અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે,અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે
ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે *રક્તદાન કેમ્પ* નું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક,મોરબી ખાતે તા.23.06.23 ને શુક્રવારના રોજ બપોરે 3.00 વાગ્યાથી 7.00 વાગ્યા સુધી રાખેલ છે.
રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા,વ્હાલા,સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા પધારવા કુંડારિયા પરિવાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.એમ નવનિતભાઈ કુંડારિયાની યાદીમાં જણાવાયું છે.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...