મોરબી: મોરબી તાલુકાના માણેકવાડા ગામે બોલ કળાકડ સિતારામ બાપુની ૧૬મી પુણ્યતિથિ નિમિત્તે માણેકવાડા ગામે બોલ કળાકડ સિતારામ બાપુની મઢુલી ખાતે તા.૧૧-૦૧૧-૨૦૨૪ ના રોજ ભવ્ય સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય સંતવાણીમાં કલાકાર પરેશ પ્રજાપતિ, હિતેષગીરી ગૌસ્વામી, મિલન પટેલ, અશોક ગોંડલીયા, રાહુલ મકવાણા સહીતના કલાકાર પોતાના કોકીલકંઠ અવાજમાં ભજન સરવાણીની રમઝટ બોલાવશે આ તકે સર્વ ધર્મપ્રેમી જાહેરજનતાને પધારવા માણેકવાડા ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી એસઓજી પોલીસે મોરબી શહેર તથા લાલપર ગામમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જેમાં પરપ્રાંતિય મજુરોને મકાન ભાડે આપી તેમની માહિતી પોલીસને ન આપનાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
પ્રાંત માહિતી મુજબ મોરબી એસઓજી દ્વારા પરપ્રાંતિય મજુરો બાબતે જાહેરનામાનો અમલ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં...
હળવદ પોલીસને બાતમી મળેલ કે નવા સુંદરગઢ ગામે મહિલા આરોપી પોતાના રહેણાંકમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી મકાનમાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા, જ્યાં ગરમ આથો તથા તૈયાર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી મહિલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી...