મોરબી: મોરબી તાલુકાના માણેકવાડા ગામે બોલ કળાકડ સિતારામ બાપુની ૧૬મી પુણ્યતિથિ નિમિત્તે માણેકવાડા ગામે બોલ કળાકડ સિતારામ બાપુની મઢુલી ખાતે તા.૧૧-૦૧૧-૨૦૨૪ ના રોજ ભવ્ય સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય સંતવાણીમાં કલાકાર પરેશ પ્રજાપતિ, હિતેષગીરી ગૌસ્વામી, મિલન પટેલ, અશોક ગોંડલીયા, રાહુલ મકવાણા સહીતના કલાકાર પોતાના કોકીલકંઠ અવાજમાં ભજન સરવાણીની રમઝટ બોલાવશે આ તકે સર્વ ધર્મપ્રેમી જાહેરજનતાને પધારવા માણેકવાડા ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી: શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ - ૦૬/૦૭/૨૦૨૫ રવિવાર સવારે ૯/૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે.
એ અનુસંધાનમાં કોળી સમાજ બોડીગ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સમાજ ના તમામ ભાઇઓ બહેનો ને...
ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ સવારે ૭:૩૦ કલાકે ગુરૂ પુજન તથા સવારે ૦૯:૩૦ કલાકે સુંદરકાંડ અને સાંજે ૦૬:૩૦ કલાકે મહાઆરતી તેમજ સાંજના ૦૭:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી...
મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 10 જુલાઇના રોજ "ગુરૂપૂર્ણિમા" ની ઉજવણી કરવામાં આવશે.
આ અંગે બગથળા ગામના શ્રી નકલંકજી જગ્યાના મહંત દામજી ભગતની યાદીમાં જણાવ્યું અનુસાર ગુરુપૂર્ણિમા નિમિત્તે તારીખ ૧૦ જુલાઈ ને ગુરુવારના રોજ સવારે ૦૯ કલાકે ગુરૂપુજન અને આરતી...