નેશનલ રોડ સેફ્ટી મંથ 2024ના અંતર્ગત રોડ સેફ્ટી નું મહત્વ અને ટ્રાફિક નિયમો નાં પાલન અંગે જનજાગૃતિ લાવવા નાં ઉમદા હેતુલક્ષી આજરોજ બોરિયાપાટી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં વાહન ચલાવતી વખતે રાખવી પડતી સાવચેતી અને સલામતીની બાબતોની બાળકોને જાણકારી મળે તે હેતુ થી બાળકોને માર્ગ સલામતીના પડકારોની ગંભીરતા વિશે જાગૃત કરવામાં આવ્યા હતાંઆ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...