નેશનલ રોડ સેફ્ટી મંથ 2024ના અંતર્ગત રોડ સેફ્ટી નું મહત્વ અને ટ્રાફિક નિયમો નાં પાલન અંગે જનજાગૃતિ લાવવા નાં ઉમદા હેતુલક્ષી આજરોજ બોરિયાપાટી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં વાહન ચલાવતી વખતે રાખવી પડતી સાવચેતી અને સલામતીની બાબતોની બાળકોને જાણકારી મળે તે હેતુ થી બાળકોને માર્ગ સલામતીના પડકારોની ગંભીરતા વિશે જાગૃત કરવામાં આવ્યા હતાંઆ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
