બોટાદના વેપારીએ માળીયાના નવા ગામે ખેડૂતને કપાસનું બોગસ બિયારણ પધરાવતા ફરીયાદ દાખલ
મોરબી: ખેડૂતો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બોટાદના વેપારીએ માળીયા મીયાણા તાલુકાના નવાગામે ખેડૂતને બીટી કપાસનુ બોગસ બીયરણની થેલી નંગ -૩૮૧ પધરાવી દેતા ખેડૂતને આશરે રૂ.૮૪,૦૦,૦૦૦ લાખની નુકસાન કરી ખેડૂત સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના નવાગામ રહેતા અને હાલ મોરબી વિરાટ ટાવદ સરદાર નગર -૦૧ બ્લોક નં -૧૦૨ કન્યા છાત્રાલય રોડ પર રહેતા નવીનભાઇ ચતુરભાઈ ધુમલીયા (ઉ.વ.૪૮) એ આરોપી અમરાભાઈ સગરામભાઈ રબારી રહે. કુંડલી તા. રાણપુર જી. બોટાદવાળા વિરુદ્ધ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને બી.ટી કપાસનુ બીયારણ સર્ટીફાઇડ છે એવુ કહી ફરીયાદી ને વિશ્વાસ વચન આપી ફરીયાદીને બોગસ બીટી કપાસના બીયારણની થેલી નંગ- ૩૮૧ નુ વેચાણ કરી દેતા ફરીયાદીને ખેતીમાં આશરે રૂ. ૮૪,૦૦,૦૦૦/- લાખની નુકશાની કરી છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.