ધોર કળયુગ: માળીયાના રાયસંગપર ગામે ભાઈએ બહેન પર કર્યો દાતરડા વડે હુમલો
માળીયા (મી): રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે અને બહેન ભાઈ પાસે રક્ષા કરવાની અપેક્ષા કરતી હોય છે પરંતુ માળીયા (મી) તાલુકાના રાયસંગપર ગામે બહેન કોઈને કિધા વગર ક્યાંક જતી રહેલ હોય અને પરત આવતા ભાઈએ શંકા કરી ગાળો આપી બહેન પર દાતરડા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં અંગે આરોપી વિરુદ્ધ માળીયા (મી) તાલુકામાં ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ મુળ માળીયા (મી) તાલુકાના રાયસંગપર ગામના વતની અને હાલ મોરબી પંચાસર રોડ પવન સુત એપાર્ટમેન્ટ હનુમાન શેરીમાં રહેતા પરેશભાઈ નારણભાઈ બાવરવા (ઉ.વ.૪૬) એ આરોપી લાલુભાઇ વેચનભાઈ ભાણુ રહે. ખેડાગામ અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે માળિયા (મી) ના રાયસંગપર ગામવાળા વિરુદ્ધ માળિયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૦૮-૨૦૨૩ના રોજ ઇજા પામનાર રવીતા વેચનભાઇભાણુ ઉ.વ.૨૦ વાળી ઘરમા કોઇને કહ્યા વગર રાત્રીના ક્યાક જતી રહેલ અને પરત આવતા આરોપી ઇજા પામનારના ભાઇ હોઇ આરોપીએ ઇજા પામનાર ઉપર શંકા કરી ગાળો આપી દાતરડાથી રવીતાને માથાનાભાગે ઘા મારી ગંભીર ઇજા કરી તથા ડાબા કાન ઉપર તથા ડાબા હાથ ઉપર ઇજા કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે પરેશભાઈએ આરોપી વિરુદ્ધ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.