હળવદના રાતાભેર ગામેથી ભેંસોની ચોરી કરનાર ઈસમ વાંકીયા ગામેથી ઝડપાયો
હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાંથી ચાર ભેંસોની ચોરી કરનાર આરોપીને હળવદ પોલીસ દ્વારા વાંકીયા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે
હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાંથી ફરીયાદી નામે મુકેશભાઇ હેમુભાઈ ઇન્દરીયા (ઉ.વ ૩૭) રહે. ગામ રાતાભેર તા.હળવદવાળા તથા અન્ય બે સાથીએ પોતાની વાડીએ બાંધેલ ભેંસ જીવ નંગ-૦૪ જેની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ગણી શકાય તે ચોરી થયેલ હોવાનો અનડિટેકટ ગુનો દાખલ થયેલ હોય જેમાં સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે વાંકીયા ગામની સીમમાંથી આરોપી જયંતીભાઈ છગનભાઈ સોનગઢી (ઉ.વ ૪૨) હાલ રહે ધરમપુર ટીંબડી શકિત પેકેજીંગની બાજુમાં તા.જી મોરબી મુળ રહે ગામ રાલેજ તા.ખંભાત જી.આણંદવાળાને પશુ ભેંસ જીવ નંગ-૦૪ જેની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.