મોરબીની બુનીયાદી કન્યા શાળાને 67,609 અને શાંતિવન પ્રા. શાળાને 1.7 લાખનુ દાન ભૌતિક સ્વરૂપ મળ્યું
મોરબીના મણીમંદિર પાસે આવેલ બુનિયાદી કન્યા શાળામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં IDBI bank મોરબી શાખા દ્વારા બુનિયાદી કન્યા શાળાને 67,609 રૂપિયા અને શાંતિવન પ્રાથમિક શાળાને 1,07,391 રૂપિયાનું દાન ભૌતિક વસ્તુઓ સ્વરૂપે મળ્યું. આ કાર્યક્રમમાં બુનિયાદી કન્યા શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો.
IDBI બેંકમાંથી રોબીન નાગપાલ, રીતેશ શર્મા તથા વિશાલ ભારદ્વાજ સાહેબ હાજર રહ્યા તથા સીટી મામલતદાર કચેરી માંથી મામલતદાર દોશી તથા નાયબ મામલતદાર અંકિતભાઈ કારાવાડીયાની વિશેષ ઉપસ્થિતિ રહી તથા તાલુકા શાળા નં.1ના આચાર્ય જીતેન્દ્રભાઈ સદાતીયા, બુનિયાદી કન્યા શાળા સ્ટાફ, શાંતિવન પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો હાજર રહ્યા.
આ કાર્યક્રમના અંતે બુનિયાદી કન્યા શાળાના આચાર્ય કિરીટભાઈ બોપલીયા તથા શાંતિવન પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ કાવરે શાળાને ભૌતિક સુવિધામાં વધારો થવા બદલ IDBI બેંકનો તથા બેંક મેનેજરનો દિલથી આભાર વ્યક્ત કર્યો. બુનિયાદી કન્યા શાળાના વિદ્યાસહાયક શિક્ષિકા માધવીબેન જોશી તરફથી શાળાની તમામ બાળાઓને નાસ્તો કરાવવામાં આવ્યો.