Sunday, May 18, 2025

ફાયરની ટીમ દ્વારા મોરબીમાં SDM નિવાસ પાસે ધરાશયી થયેલા વૃક્ષને હટાવી રસ્તો ખુલ્લો કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા ફાયર ટીમ દ્વારા મોરબી SDM નિવાસ પાસે રોડ પર ધરાશયી થયેલા વૃક્ષને હટાવી રોડ ફરી શરૂ કરાવવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં વાવાઝોડાથી વધુ નુકસાન ન થાય તે માટે જિલ્લાની વિવિધ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. જે ટીમ દ્વારા વાવાઝોડાની અસરને પગલે લોકજીવન ફરી પૂર્વવત કરવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અનવ્યે મોરબી સ્ટેશન ફાયર ઓફિસની ૧૫ લોકોની ટીમ દ્વારા પણ વિવિધ રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબી ફાયર ટીમ દ્વારા વાવાઝોડા બાદ શહેરમાં ધરાશયી થયેલા તેમજ નમીને અવરોધ રૂપ બનેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે મોરબી SDM નિવાસ પાસે રસ્તા પર વૃક્ષ ધરાશયી થયું હતું જેના કારણે વાહનો માટે અવરોધ ઊભો થયો હતો. ફાયરની ટીમ દ્વારા બચાવની કામગીરીના ભાગરૂપે કટિંગ, સ્પ્રેડિંગ વગેરે સાધનોની મદદથી આ વૃક્ષને હટાવી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર