મોરબીમાં એકાઉન્ટ ધારકોને કમીશનની લાલચ આપી નાણાં સગેવગે કરનાર બે ઈસમો વિરૂદ્ધ ફરીયાદ
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં બે ઈસમો દ્વારા સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરવા માટે જે.ડી. એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલાવી તે પેઢીના નામના બેન્ક એકાઉન્ટ તથા સેટિંગ્ઝ એકાઉન્ટમા જમા કરાવી બેન્ક એકાઉન્ટ ધારકોને કમીશનની લાલચ આપી સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરી છેતરપીંડી કરનાર બે ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી ઇસ્માઇલ હુસેનભાઇ કટીયા રહે. મચ્છીપીઠ,જુના બસ સ્ટેશન પાસે, મોરબી, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.અનંતનગર શેરી નં.૨ ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી દિવ્યરાજસિંહએ તેની સાથેના અન્ય ઇસમો ઇસ્માઇલ સાથે મળી પોતાના આર્થિક ફાયદા સારૂ પૂર્વ આયોજીત કાવતરૂ રચી સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા અંગેની અન અધિકૃત પ્રવૃતિ ચાલુ રાખી આરોપી ઇસ્માઇલના નામે ‘‘ જે.ડી.એન્ટરપ્રાઇઝ ’’ નામની પેઢી ખોલાવી તે પેઢીના નામેના બેન્ક એકાઉન્ટમાં તથા તેના સવિંગ્ઝ એકાઉન્ટમાં રૂ. 9288802/-જમા કરાવીબેંક એકાઉન્ટ ધારકને કમીશનની લાલચ આપી તેના તમામ ડોકયુમેન્ટ તથા બેન્ક કિટ આરોપી દિવ્યરાજસિંહ એ રાખી સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા ચેક, એ.ટી.એમ.થી વિડ્રોલ કરી સગેવગે કરેલ હોવાથી બંને ઈસમો વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતિય ન્યાય સંહિતા -૨૦૨૩ની ૧૧૧(૨)(બી), ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
