મોરબીના કેનાલ રોડ પર પાર્કિંગમા રહેલ વેપારીની ઈનોવા કારમાં અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ તોડફોડ
મોરબી શહેરમાં કેનાલ રોડ ક્રિસ્ટલ હાઇટ્સ-201 માં વેપારીની ઈનોવા કાર પાર્કિંગમા રાખેલ હોય જેમા કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્વારા કાચ તોડી તોડફોડ કરી હોવાથી વેપારી દ્વારા અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ પર નિર્મલ સ્કૂલ પાસે ક્રિસ્ટલ હાઇટ્સ-B-201 મા રહેતા અને વેપાર કરતા પ્રશાંતભાઈ સુરેશભાઈ બોપલીયા (ઉ.વ.૨૯) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી જણાવ્યું છે કે તારીખ 10-01-2026 ના રોજ 7:30 વાગ્યે ફરીયાદી કારખાને થી ઘરે આવેલ હતું અને ફરીયાદીની ગાડી ઈનોવા કાર નંબર જીજે-36-એપી-3399 વાળી પાર્કિંગમાં પાર્ક કરેલ હતી ત્યારબાદ તારીખ 11 જાન્યુઆરીના રોજ ફરીયાદીનો બહાદુર 07 અને 45 વાગ્યે કહેવા આવેલ કે તમારી ગાડી ના કાચ ફૂટેલા છે અને ગાડી સાફ કરેલ નથી જેથી અમે ગાડી પાસે જોવા ગયેલ તો ગાડીમાં ડ્રાઇવર સાઈડનો કાચ તેમજ પાછળનો કાચ તૂટેલો જોવામાં આવેલ તેમજ અમો ત્યારબાદ નિર્મલ સ્કૂલના કેમેરા ચેક કરેલ તો તેમાં કોઈ ઈસમ ગાડીમાં નુકસાન કરી જોવામાં આવેલ જે લોકો મારી ગાડીમાં નુકસાન કરતા કરી રહ્યા હતા. આ અજાણ્યા ઇસમો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા ફરીયાદીએ અરજી કરેલ છે.