હળવદ હાઈવે પર જનતા હોટેલની બહાર ટાવેરા કારની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ હાઈવે પર આવેલ જનતા હોટેલની બહાર હાઈવે રોડની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ટાવેરા કારની ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમાં ભટ્ટી ફળીમાં રહેતા કેદારભાઈ પુનર્વસુભાઈ રાવલ (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૭-૨૦૨૩ ના રોજ રાતના સવા એકાદ વાગ્યા વખતે ફરીયાદીની ક્રીમ કલરની ચેવરોલેટ કંપનીની ટાવેરા ફોર વ્હીલ ગાડી જેના રજીસ્ટર નં- GJ-01-KE-3000 જેની કી. રૂ. ૧,૫૦,૦૦૦/- વાળીની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જતા ગયો હોવાની ભોગ બનનાર કેદારભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.