મોબાઇલ હેલ્થ યુનિટ અને CDHO મોરબી દ્વારા “ડોક્ટર્સ ડે”ની વિશેષ ઉજવણી કરવામાં આવી
મોરબી જિલ્લામાં EMRI Green Health Services દ્વારા સંચાલિત મોબાઇલ હેલ્થ યુનિટ (MHU)ના સ્ટાફ દ્વારા 1 જુલાઈના રોજ “ડોક્ટર્સ ડે” નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અહમ ભૂમિકા ભજવતા ડોક્ટરોના ઉત્સાહવર્ધન અને તેમના યોગદાનને માન આપવાના હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના CDHO સાહેબ ડો. પવનકુમાર શ્રીવાસ્તવ, MHU પ્રોજેક્ટ કોઓર્ડિનેટર રાહુલભાઈ, જગદીશભાઈ તથા સમગ્ર MHU સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
CDHO સાહેબે MHU પ્રોજેક્ટની અસરકારક કામગીરીને વખાણી હતી અને સ્ટાફના પ્રતિબદ્ધતા માટે તેમનો આભાર માન્યો હતો. તેમજ ભવિષ્યમાં પણ આવા જ ઉત્સાહ અને સેવાભાવ સાથે કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી.