ચરાડવા ગામે રોડ પર કારે અડફેટે લેતા બાળકી ગંભીર ઈજાગ્રસ્ત
મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજીના મંદિર સામે રોડ ઉપર કાર ચાલકે અડફેટે લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થય હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા હેતલબેન અશ્વિનભાઈ સોનાગ્રા (ઉ.વ.૩૪) એ આરોપી ફોરવ્હીલ ગાડી નંબર GJ-36-R-9218ના ડ્રાઈવર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૦૮-૨૦૨૨ના રોજ સવારના છએક વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી નંબર GJ-36-R-9218 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીની દિકરી ધ્યાની ઉ.વ,૪ વર્ષ વાળીને હડફેટે લઈ અક્સ્માત કરી તેને જમણા પગમાં ઢીચણથી નીચે ફેકચર જેવી ગંભીર ઇજા કરી હતી. આ બનાવ અંગે હેતલબેન દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.