Thursday, May 15, 2025

ચરાડવા ગામ એજ રાજલધામ મંદિરે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સાપર તારા બેસણા ચરાડવા તુંજ ધામઉદા ચારણ નાં ઘરે અવતર્યા માં રાજબાઈ ધર્યું નામત્રણ સાદે દોડતાં આવે તેવા જાજરમાન જગદંબા એટલે માં રાજબાઈ તેમનો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ છે. અને જ્યાં તેમના છોરુડા છે ત્યાં તેમનો આ પ્રાગટ્ય દિવસ ઉજવવા થનગ બની રહ્યા છે.

જેમાં કચ્છનાં પ્રવેશ દ્વાર પાસે આવેલા નવા કટારીયા ગામમાં માં રાજબાઈ નું મોટું મંદિર છે. દરેક વર્ણના લોકો અહીં માં રાજબાઈની આરાધના કરે છે. જેઓ દર વર્ષે પગપાળા સંઘ દ્વારા ચરાડવા આવે છે તે રીતે આ વર્ષે પણ અને ફાગણ સુદ બીજના પ્રાગટ્ય દિવસે મોટો સંઘ કાઢીને પગપાળા ચરાડવા ગામ રાજબાઈ ધામ પહોંચ્યા છે. જ્યાં રાજબાઈ માતાજીના મંદિરે થી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં દરેક ભાવિકો નાથ ગાન કરતા માતાજીના ગુણ ગાન ગાતા ગાતા ભાઈ શોભાયાત્રામાં જોડાયા હતા પહોંચે છે.તારીખ ૧૨-૩-૨૦૨૪ ને મંગળવારે ફાગણ સુદ બીજ મંગળ પ્રાગટ્ય દિવસ હોય રાજબાઈ માતાજીના મંદિરે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે સાપર ગામ અને આંદરણા ગામે રાજબાઈ માતાજીના મંદિરે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બટુક ભોજન અને સાંજે મહાપ્રસાદ નું આયોજન કર્યું છે જ્યારે ‌ આંદરણા ગામે રાત્રી દરમિયાન સંતવાણી ભજન ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.એકંદરે મા રાજબાઈ નો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ હોય છે તેની ઉજવણી કરવા સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં થી રાજલ છોરૂ ચરડાવા આવી પહોંચ્યા છે . અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર