ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવા માટે ૫૦૦ નંગ ચકલા ઘર તથા તૃષા છુપાવવા માટે પાણીના માટીના ૮૦૦ નંગ પરબીયાનું વિનામુલ્યે જીવદયા પ્રેમીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય જીવદયા પ્રવૃત્તિમાં ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલીયા નાનજીભાઈ મોરડીયા પ્રાણજીવનભાઈ રંગપડીયા, વસંતભાઈ માકાસણા તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા તથા પ્રથમ પાસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક હાજરીમાં આ જીવદયા સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો.
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં...
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...