મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જેવી કે ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને અનાજ કીટ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓની શાળા કોલેજ કે હોસ્ટેલ ફી ભરવામાં આવે છે દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલ ચેર પણ આપવામાં આવે છે.
જેમાં એક દિવ્યાંગ રાઠોડ સુજલ રામભાઈને દાતા હસુભાઈ બી પાડલિયા તરફથી શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને પ્રમુખ તેમજ ચિત્રા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવતા વડીલોના હસ્તે તેમના વાલી સોનલબેનને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી હતી.
મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની કમલ ભોગીરામ પરમાર (ઉ.વ.૪૯) નામના આધેડે પોતાની જાતે મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા...
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ અમીરચંદ સીતારામ ડાવર (ઉ.વ.૩૫) નામના યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...