મોરબી: તારીખ ૦૪/૧૦/૨૦૨૩ ને છઠના શ્રાદ્ધ નિમિત્તે શૈલેષભાઈ હરિપર વાળાના બાપુજીના શ્રાદ્ધ માટે ખાખરાળા ગામમાં બે અને મોરબી શહેરમાં એક એમ ત્રણ અનાજની કીટ અને સાડીઓ ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવી.
આ સેવા કાર્યમાં ચિત્રા હનુમાનજી મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા, ચંદુભાઈ કડીવાર, રતિલાલ પટેલ અને ભાડજાભાઈ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે આ કીટ અને સાડીઓ આપવામાં આવી હતી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના પ્રમુખ ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી.
જેમા ઘર મુલાકાત લઇ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામા આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામા આવી હતી તેમજ...
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બિયર ટીન નંગ -૦૮ કિં રૂ. ૧૫૬૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન...
મોરબી શહેર તેમજ જીલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ જુગારીઓ મેદાનમાં આવી ગયા છે ત્યારે મોરબીના બરવાળા ગામે રબારીવાસમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બરવાળા ગામે રબારીવાસમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા...