મોરબીના દાદાશ્રીનગર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો આરોપી ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીનો તમામ મુદ્દામલ રીકવર કરતી મોરબી તાલુકા પોલીસ.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ઇ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હો દાખલ થયેલ હોય જેમાં મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે ફરીયાદીના રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના સોનાની લેડીઝ-જેન્સ વિટી નંગ-૦૪ સોનાનુ ચેન તથા ચગદુ સોનાની ઝમર બુટ્ટી નંગ-૦૨ સોનાની બુટ્ટી નંગ-૦૪ તથા સોનાનુ લોકેટ નંગ-૧ તથા રોકડા એક લાખ રૂપિયા મળી કુલ કિ.રૂ. ૨,૨૨,૫૦૦/- ના મુદ્દામલની ચોરી થયેલ હોય જેને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વેલન્સ સ્ટાફ સાથે તપાસ માં હતા તે દરમ્યાન ગુન્હો શોધી કાઢવા ફરીયાદી તથા સહેદો તેમજ બાતમીદરોથી તેમજ ટેકનિકલ સોર્સથી માહિતી મેળવી ચોરી કરનાર ઇસમ નિર્મલપુરી કરશનપુરી ગોસ્વામી ઉ.વ.૩૩ રહે-દેલમાલ તા.ચાણસ્મા જી. પાટણ પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા એક લાખ કબ્જે કરી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલેલ છે અને મજકૂર ઇસમને ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.