મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે બાઇક સાઈડમાં ચલાવવા બાબતે યુવકને છ શખ્સોએ માર માર્યો
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ કુળદેવી પાન સર્કિટ હાઉસ વચ્ચે આવેલ વણાંકમાં રોડ ઉપર યુવક બાઈક લઈને જતો હોય ત્યારે વર્ના કાર ચલાવી આવેલ આરોપીએ યુવકને સાઈડમાં બાઈક ચલાવવા બાબતે ગાળો આપી આરોપીઓએ યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ વિધ્યુતનગર પાછળ વિક્રમ વાડી વોડાફોનના ટાવર પાસે રહેતા મુકેશભાઈ ઘોઘજીભાઈ સુરેલા (ઉ.વ.૩૫) એ એ આરોપી અહેમદ અનવરભાઈ માલાણી, મિતુલભાઈ રમેશભાઈ સનુરા, વસીમભાઈ અનવરભાઈ માલાણી, ઋતિકભાઇ રમેશભાઈ સનુરા રહે ચારેય કાંતિનગર તા.જી. મોરબી તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનુ મોટરસાયકલ ચલાવી જતા હતા તે દરમ્યાન વર્ના કાર રજીસ્ટર નં-GJ- 01- WM-0004 ચલાવીઆવેલ આરોપી અહેમદ તથા મીતુલભાઈએ ફરીયાદીની સાઈડ કાપી મોટરસાયકલ સાઈડમાં ચળાવવા બાબતે ફરીયાદીને ગાળો આપી આરોપીએ ફરીયાદીને ફડાકો મારી આરોપીએ પોતાના ભાઈને આરોપીને ફોન કરી બોલાવતા આરોપીઓ ક્રેટા કાર માં આવી ફરીયાદીને ઢીકા પાટુનો મુંઢમાર મારી મુંઢ ઇજાઓ કરી જતા કહેતા ગયેલ કે આજતો તુ બચી ગયેલ છો બીજી વાર ભેગો થયો તો તને જાનથી મારી નાખવો છે એમ કહી ધમ કી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.