આચારસહિંતા અમલીકરણ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ પર ફરિયાદ નોંધાવી શકાશે
આચારસહિંતા અમલીકરણ સંબંધે cVIGIL એપ્લીકેશન પર વિડીયો તથા ફોટો સ્વરૂપે પણ ફરિયાદ કરી શકાશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર હોઈ આ ચૂંટણીમાં ભારતના ચુંટણી પંચ દ્વારા ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે સામાન્ય નાગરીકો cVIGIL એપ્લીકેશન દ્વારા પોતાની ફરીયાદ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી મોરબીને ફરીયાદ મોકલી શકે છે જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો દ્વારા મોબાઇલ એપ્લીકેશનથી ફોટોગ્રાફ અને વિડીયો સ્વરૂપે ફરિયાદ કરી શકે તે માટે cVIGIL મોબાઈલ એપ્લીકેશન ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જે માટે https://eci.gov.in/cvigil/ દ્વારા એપ્લીકેશનની લીંક મેળવી શકાશે. અથવા Play store (Android) તથા app store (iphone) માંથી cVIGIL એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે. તથા cVIGIL મોબાઇલ એપ્લીકેશન ના ઉપયોગ સંબંધે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા cVIGIL કંટ્રોલ રૂમ ના લેન્ડલાઇન નં. ૦૨૮૨૨-૨૯૯૨૮૭ સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.
કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ફરિયાદ નિયંત્રણ સેલની (૨૪ x ૭) રચના કરવામાં આવેલ છે. જેનો ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ છે. જેની ઉપર આચારસહિંતા સંબંધી તથા ચૂંટણી ખર્ચ સંબંધી ફરિયાદ નોંધાવી શકાશે જેની મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના તમામ નાગરિકોને નોંઘ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...